Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.
Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના ક...
Comments
Post a Comment