Posts

Showing posts from September, 2024

નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી

Image
  નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ  નવસારી,તા.૨૫: સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક  સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.     નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીલીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. 

Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.

Image
 Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ  ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં  💐 ચિત્રસ્પર્ધા -   નિધિ રાઠોડ પ્રથમ 🥇 💐 વાદન સ્પર્ધા - અભય રાઠોડ પ્રથમ 🥇 💐 બાળકવિ - મુમતાઝ ભૈયાત  દ્વિતીય🥈 💐 ગાયન સ્પર્ધા  આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા... Posted by  Moldhara Primaryschool  on  Saturday, September 21, 2024

નવસારી જિલ્લાનું ગૌરવ : જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા

Image
               નવસારી જિલ્લાનું ગૌરવ - નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા #teamnavsari   #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj   pic.twitter.com/LlwkbIgpVM — Info Navsari GoG (@InfoNavsariGoG)  September 5, 2024  નવસારી જિલ્લાનું ગૌરવ :  જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા  નવસારી,તા.૦૫: એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમા...