Posts

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી #DrKuberDindor #GujaratEducation #ShalaPraveshotsav #Education #SchoolEducation  #Gujarat #GujaratModel

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

Image
    ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

 નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :

Image
  ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે : જાહેર હિસાબ સમિતિએ પ્રથમ દિવસે ભેંસકાત્રી, મહાલની મુલાકાત લીધી (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૨૪:  ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તારીખ ૨૪ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.  ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ભેંસકાત્રી અને મહાલનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.  આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, દક્ષિણના નાયબ વન સંરક્ષક

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

Image
નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ. તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી. રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા.  જિલ્લા કૉ-ઓર્ડીનેટ

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Image
  નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભ

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

Image
  નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે