નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી
નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી
બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ
નવસારી,તા.૨૫: સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીલીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી.
Comments
Post a Comment